મોડાસાના દોલપુર પાસેથી દારૂ ભરેલી કાર સાથે ઈસમ પડકાયો

મોડાસાના દોલપુર પાસેથી એલસીબીએ કારમાં ગેરકાયદેસર લઇ જવાતો રૂ.1,24,800ના વિદેશી દારૂ સાથે ચાલકને પકડી પાડ્યો હતો. અરવલ્લી એલસીબીની ટીમ ઉત્તરાયણને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન પીઆઈ સી.પી.વાઘેલાને બાતમી મળી કે રાજસ્થાન તરફથી આવતી જીજે 01 આરએ 3154 નંબરની કારમાં વિદેશી દારૂ લઈને મોડાસા તાલુકાના દોલપુર પાસેથી પસાર થવાની છે. બાતમી આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી પસાર થતી ગાડીની તલાસી લેતાં ગાડીમાંથી વિદેશી દારૂની 13 પેટી અને છૂટી બોટલો સહિત કુલ 210 બોટલ મળી હતી. પોલીસે રૂ.1,24,800નો વિદેશી દારૂનો જથ્થો, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.3,30,300નો મુદ્દામાલ સાથે ઝલક રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડને પકડી પાડ્યો હતો.પલાયન આરોપી ભુપેશકુમાર શાંતિલાલ કલાલ અને રોહિત નામના ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.