ગોંડલના ધારેશ્વર નજીક બે ઇકોગાડી સામસામે અથડાતા પટેલ વૃદ્ધનું મૃત્યુ

ગોંડલનો પટેલ પરિવાર ઇકોગાડી લઈ ખારચિયા પાસે મામાદેવ મંદિરે જતા હતા. ત્યારે ધારેશ્વર ચોકડી નજીક રોંગ સાઈડમાં આવેલી અન્ય ઇકોગાડીના ચાલકે હડફેટે લેતા તેમાં બેસેલા વૃદ્ધને માથામાં ગંભીર ઇજા પહોચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે ગોંડલ સીટી પોલીસમાં અકસ્માત સર્જનાર ઇકોના ચાલક સામે તજવીજ કરવામાં આવી હતી.