મોરબીમાં લૂંટના ગુન્હામાં પલાયન ઈસમ 12 વર્ષે અમદવાદથી પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુન્હામાં સંડોવાયેલ શખ્સ છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો હોય જે ઈસમને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે પકડી પાડીને ધોરણસરની તપાસ હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી ટીમ અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુન્હામાં નાસતા ફરતા ઈસમ માંગીય પંગાભાઈ મેડા વાળાને અમદાવાદ રાણીપ પોલીસ સ્ટેશન સામેથી પકડી પાડીને મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે. ઈસમ છેલ્લા ૧૨ વર્ષથી લૂંટના ગુન્હામાં પલાયન હતો. જેને પકડી પાડી મોરબ્બી પેરોલ ફર્લો સ્ક્વોટ ટીમને સફળતા મળી છે. જે કામગીરીમાં એલસીબી પીઆઇ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, પોલાભાઈ ખાંભરા, રજનીભાઈ કૈલા, સંજયભાઇ પટેલ, કૌશિકભાઈ મારવાણીયા, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, બ્રિજશભાઈ કાસુન્દ્રા,અશોકસિંહ ચુડાસમા, સતીષ કાંજીયા સહિતની ટીમ જોડાયેલ હતી.