જામનગર પાસે અંગ્રેજી શરાબની બોટલો સાથે બે ઈસમ પકડાયા

જામનગરના ખીજડીયા બાયપાસ અને શેખપાટ પાટીયા નજીક પોલીસે ચેકિંગ દરમ્યાન જામનગર અને હાપાના બે ઇસમોને દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી પાડી પુછપરછ કરી હતી. જામનગરની માહિલા કોલેજ પાછળ આવેલા પ્રતાપનગરમાં રહેતા ઇન્દ્રવિજયસિંહ કિર્તીસિંહ જાડેજાને અંગ્રેજી શરાબની બે બોટલ સાથે ખીજડીયા બાયપાસ ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યો હતો. જ્યારે હાપા ખારી વિસ્તારમાં રહેતા રણજીત રાજારામ સુર્યવંશીને શરાબની એક બોટલ સાથે શેખપાટ પાટીયા નજીકથી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આગળના ચક્રો ગતિમાન કર્યા છે.