વિજાપુરમાં રૂ.19,500ની રોકડ સાથે 2 શખ્સો પકડાયા, 3 ફરાર

વિજાપુર પોલીસે મગરવાડિયા વિસ્તાર પાછળ ખુલ્લા ખેતરમાં રમાતાં જુગારના સ્થળે ઓચિંતો દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં પોલીસે 5 ઇસમો પૈકી 2 શખ્સોઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.19,500 રોકડ કબ્જે કરી હતી. જ્યારે 3 શખ્સો પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.પોલીસે દરોડો કરતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જુગાર રમતાં 5 પૈકી વિનોદ ભગાભાઇ વાલ્મિકી અને લાલસિંહ પ્રતાપસિંહ ઝાલાને પોલીસે પકડી પાડ્યા હતા. પરેશ રાજુભાઈ વાલ્મિકી, ભરતસિંહ ઝાલા અને લાલો નટવરસિંહ રાઠોડ નામના ૩ શખ્સો ફરાર થઈ ગયા હતા.