યાત્રાધામ દ્વારકામાં ભથાણ ચોક વિસ્તારમાં આવેલી જથ્થાબંધ પાન મસાલાની દુકાનમાં તસ્કર ત્રાટકયા

યાત્રાધામ દ્વારકામાં ભથાણ ચોક વિસ્તારમાં આવેલી જથ્થાબંધ પાન મસાલાની એક દુકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કર રૂ.45 હજારથી વધુની કિંમતના તમાકુના 180 ડબલા અને પડીકીના બોકસ તસ્કરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે.પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ દ્વારકામાં ટી.વી.સ્ટેશન વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ શંશીકાતભાઈ હિંડોચાની ભથાણ ચોકમાં આવેલી એચ.એચ.પાન સેન્ટર નામની પાનમસાલાની હોલસેલ દુકાનમાં કોઈ બે અજાણ્યા શખ્સોએ દુકાનનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. રાત્રીના અરસામાં અંદર ધુસેલા તસ્કરોએ ખાખાખોળા કરીને બાગબાન તમાકુના 180 નાના ડબલા તથા રજનીગંધાની પડીકીના બે બોક્સ મળી કુલ રૂ.45,540ના માલમત્તાની તસ્કરી કરી ગયાનો બનાવ બહાર આવ્યો છે.તસ્કરીના આ બનાવની દુકાનમાલિકની ફરીયાદ પરથી પોલીસે અજ્ઞાત ઇસમો સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં સતત ધમધમતા વિસ્તારમાં દુકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કર માતબર દલ્લો ઉઠાવી જતાં પોલીસે નિશાચરોને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.