આત્રોલી ચેક પોસ્ટ પાસે રીક્ષા હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

જૂનાગઢ, શીલ નજીકનાં આત્રોલી ચેક પોસ્ટ પાસે પૂરપાટ ઝડપે આવતી રીક્ષાએ બાઈકને હડફેટે લેતા એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ રીક્ષા ચાલક નાસી જતા તેમના વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. આ અંગની પોલીસમાંથી મળતી વિગત અનુસાર માંગરોળ પંથકનાં આજક ગામે રહેતા મનોજભાઈ ભીખાભાઈ કાથડે લખાવેલી ફરિયાદ અનુસાર એક છકડો રીક્ષા ચાલકે પૂરપાટ ઝડપે પોતાનું વાહન ચલાવી આત્રોલી ચેક પોસ્ટ પાસે મનોજભાઈનાં પિતાની બાઈકને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં મનોજભાઈનાં પિતાને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત બાદ છકડો ચાલક નાસી ગયો હતો. જેથી શીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદનાં આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.