વાંકાનેરના શક્તિપરામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતા સમીર ઉર્ફે સોનું ઉર્ફે છોટુ દિલીપભાઈ ઉર્ફે દિલાવરભાઈ રાઠોડે પોતાના રહેણાંક મકાનની બાજુમાં ખંઢેર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૯ કિંમત રૂ.૨,૭૦૦ સાથે આરોપી સમીર ઉર્ફે સોનું ને પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે.