મોડાસાની અરમાન રેસિડેન્સીમાં ઘરનું તાળું તોડી 1.57 લાખની તસ્કરી

મોડાસાની અરમાન રેસિડેન્સીમાં બંધ મકાનને નિશાન બનાવીને તસ્કર ટોળકી જમીન વેચાણના આવેલા રૂપિયા ૧.૫૭ લાખ રોકડ લઇને ફરાર થઈ જતાં મોડાસા ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધાયો હતો. મોડાસાની અરમાન રેસીડેન્સીના નવા મકાનમાં પિતાની ધનસુરા ખાતેની જમીન વેચાણના આવેલા રૂપિયા ૧.૫૭ લાખ રસોડામાં ચોખાના ડબ્બામાં પ્લાસ્ટિકના ઝબલાં વીંટીને મુક્યા હતા. બંધ મકાનને નિશાન બનાવીને તસ્કર ટોળકી લોક તોડી મકાનમાં રહેલી ચીજવસ્તુઓ રફેદફે કરી ડબ્બામાં મુકેલા ૧.૫૭ લાખ લઈને ફરાર થઇ ગઇ હતી આ અંગે સદ્દામ ભાઈ અહેમદભાઈ ભટ્ટી રહે અરમાન રેસીડેન્સી હાલ રહે અલફલા નગર લીમડા તળાવ પાસે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસ વધુ આગળની તપાસ હાથ ધરી છે.