માંગરોળના હથુરણમાં તીન પતીનો જુગાર રમતા 9 શખ્સો પકડાયા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગાએમ તીનપતીનો જુગાર રમી રમાડનાર 9 શખ્સોને કોસંબા પોલીસે પકડી લીધા હતા. ઝડપાયેલ વ્યક્તિઓ પાસેથી પોલીસે ત્રણ વાહનો તેમજ રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1.87લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળતા તેમણે હથુરણ ગામે ઈદગાહ ફળિયામાં દરોડો પાડ્યો હતો. ઈદગાહ ફળિયામાં રહેતો ઇબ્રાહિમ ભોલાત નામનો વ્યક્તિ તેના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જ્યગાર રમાડી રહ્યો હતો. બાહરથી માણસો બોલાવી પૈસા વડે તીન પતીનો હારજીતનો જુગાર રમાડી રહ્યો હતો. પોલીસે દરોડા દરમ્યાન જુગાર રમી રહેલા ઇબ્રાહિમ સુલેમાન ભોલાત,ઈમરાન સરવર પઠાણ, જાકીર દાઉદ ગંગાત, અનસ ફારૂક લહેરી, મકબુલ ગુલામ પટેલ,આસીફ શબ્બીર લીંબાડા, યુનુસ કાસમ દિવાન, અબ્દુલ કાદીર શેખને પકડી લીધા હતા અને તેમની પાસેથી દાવ પરના રૂ.6,330, અંગઝડતીના 16,950, પાંચ મોબાઈલ ફોન કિંમત રૂ.11,000 તથા આશરાના 2680 તથા ત્રણ વાહનો મળી કુલ રૂ,1,87,050 નો મુદામાલ જપ્ત કરી પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.