ગેરકાયદેસર રીતે ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી એ.આર. મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓને પશ્ચિમ કચ્છ જીલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી પશ્ચિમ કચ્છ ભુજ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.આર.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન એસ.ઓ.જી ભુજના પો.હે.કો ગોપાલભાઈ ગેલાભાઈ ગઢવી નાઓને ખાનગી રાહે સચોટ બાતમી હકીકત મળેલ કે, અલીમામદ ઉર્ફે અલાયો જુમ્મા નોદે, રહે ગાંધીનગરી, ભુજ વાળો પોતાના કબ્જાનાં રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાના વેચાણની તજવીજ કરી રહ્યો છે. જે અન્વયે કૌયદેસર કાર્યવાહી કરવા માટે તુરંત વર્ક આઉટ કરી ટીમ સાથે રેઇડ કરતાં મજકુર ઈસમ અલીમામદ ઉર્ફે અલાયો જુમ્મા નોદે, રહે. ગાંધીનગરી,ભુજ વાળા પાસેથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 05 કિલો 753 ગ્રામ જેની કિંમત રૂ.57,530 તથા અન્ય મુદામાલ એલ મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂ.500, એમ કુલ 58,030 ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી આરોપી વિરૂધ્ધ ભુજ એ દ્વિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.એન.વસાવાતથા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.આર.ઝાલા તથા એસ.ઓ.જી. ના પો.હે.કો. નરેન્દ્રસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, સુનિલભાઈ પરમાર, રજાકભાઈ સોતા,ગોપાલભાઈ ગઢવી તથા ડ્રા. પો.હે.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ જોડાયેલ હતા.