મોરબીના સમાકાંઠા વિસ્તારમાં મારામારીના બનાવમાં 4 ઈસમોની અટક

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક રામ કૃષ્ણનગર પાસે અગાઉ એક્ટિવા ધીમું ચલાવવાનું કહેવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતનો ખર રાખીને ચાર ઇસમો દ્રારા યુવાન અને બે મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓને માર માર્યો હતો. જેથી ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવી હતી. તેના આધારે પોલીસે હાલમાં ચાર આરોપીની અટક કરીને આગળની તજવીજ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરાઈ શહેરના સમાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ નગર   બ્લોક નંબર બી 1 માં રહેતા ભરતભાઇ દિનેશભાઇ કણજારીયાએ હાલમાં હિતેન્દ્રસીનહ ઉર્ફે હિતુભા સુખદેવસિંહ જાડેજા તેમજ હિતેન્દ્રસિંહનો ભાઈ તેમજ અજાણ્યા બે ઇસમો આમ કુલ મળીને ચાર ઇસમોની સામે માર માર્યો હોવાની ફરિયાદ લખાવેલ હતી. જેમાં તેણે મહારાણા પ્રતાપ સર્કલથી કુળદેવી પાન વચ્ચે આવેલ બહુચર સિઝન સેન્ટરની દુકાન પાસે આગાઉ એક્ટિવા ધીમુ ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી. તે બાબતનો ખર રાખીને આરોપીઓએ આરમાં આવીને હિતેન્દ્રસિંહ તેમજ તેના ભાઈ અને અન્ય બે ઇસમોએ યુયાવાનને લાકડી વડે માર માર્યો હતો. તેમજ ત્યાં વચ્ચે પડેલ કિંજલબેન, હિનાબેન અને તેના પિતા દિનેશભાઇને પણ માર મારવામાં આવ્યો હતો. જે બનાવના ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ મથક ખાતે હિતેન્દ્રસિંહ સહિત કુલ મળીને ચાર ઇસમોની સામે ફરિયાદ લખાવી હતી. જેના આધારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા સુખદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ સુખદેવસિંહ જાડેજા, મહાવીરસિંહ છોટુભા જાડેજા અને મનોજ ઉર્ફે શન્ની બળદેવ સોલંકીની મોરબી બી ડિવિઝન પીએસઆઈ એલ.એન.વાઢિયાએ અટક કરેલ છે.