જામનગર પાસે ખંભાલિયા રોડ પર આવેલ રિલાયન્સ કંપનીની ટાઉનશીપ સામેના પાર્કિંગમાંથી બાઈકની તસ્કરી

જામનગર પાસે ખંભાલિયા રોડ પર આવેલ રિલાયન્સ કંપનીની ટાઉનશીપ સામેના પાર્કિંગમાં પાર્ક કરેલ એક મોટરસાઇકલની તસ્કરી થઈ હોવાની મેઘપર પોલીસ દફતરમાં ફરિયાદ લખાવાઈ છે. પોલીસે ફરિયાદનાધારે સીસીટીવી ફુટેજ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર નજીકના મોટી ખાવડી ગામે આવેલ રિલાયન્સ ટાઉનશીપની બાજુમાં બસ સ્ટોપની બાજુયા આવેલ પાર્કિંગમાંથી કોઈ અજાણ્યા ઇસમો સમીરભાઈ અસગરભાઈ સંઘારની રૂપિયા 3 હજારની કિંમતની જીજે 10 ડીબી 1457 નંબરની મોટરસાઇકલ કોઈ ઇસમો તસ્કરી કરી ગયા હતા.આ બનાવ અંગે સમીરભાઈએ મેઘપર પોલીસે અજાણ્યા ઈસમ સામે બાઇક તસ્કરી સબંધિત ફરિયાદ દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.