ટંકારા પાસે અકસ્માતમાં બાઈકની ટક્કરે સાયકલ સવારને ઈજા પહોંચી


ટંકારા મોરબી રોડ પરથી સાયકલમાં પસાર થતા યુવાનને બાઈકચાલકને અડફેટે લીધો હતો. જે અકસ્માતમાં સાયકલ સવાર યુવાનને ઈજા થતાં બનાવ મામલે પોલીસ ફરિયાદ લખાવાઈ છે. ટંકારાની જીવાપરા શેરીમાં રહેતા ધનજીભાઈ કરશનભાઈ ઝાપડાએ પોલીસ ફરિયાદ લખાવી છે કે તેનો દીકરો તુષાર સાયકલ લઈને ટંકારા પાસેથી જતો હોય ત્યારે બાઈક જીજે ૦૩ એલએચ ૨૮૯૮ ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં સાયકલ સવાર તુષારને ગંભીર ઈજા પહોચી હતી. તેમજ બાઈક પાછળ બેસેલ એક વ્યક્તિને પણ ઈજા થઈ હતી. ટંકારા પોલીસે બાઈકચાલક યશ શૈલેશભાઈ પટેલ રહે રાજકોટ વાળા વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ દાખલ કરીને વધુ તજવીજ ચલાવી છે.