ચૂવાળ ડાંગરવાની સીમમાં સીમમાં આવેલા ખેતરમાં રસ્તાની બાબતે ખેડૂતો પર લાકડી વડે હુમલો


દેત્રોજ તાલુકાના છેવાડે આવેલા ચૂવાળ ડાંગરવાની સીમમાં સીમમાં આવેલા ખેતરમાં રસ્તાની બાબતે તકરાર થતાં ખેડૂતો પર લાકડી વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ દેત્રોજ પોલીસ મથકમાં એકની સામે નોંધાવવા પામી છે. ચૂવાળ ડાંગરવા ગામે રહેતા મહેન્દ્ર ભાઈ મગનભાઈ પટેલ ઉમર વર્ષ 58 ખેતીવાડી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ચૂવાળ ડાંગરવાની સીમમાં આવેલ તેમના ખેતરમાં હસમુખ ભાઈ નથુભાઈ પટેલ રસ્તો નહિ પાડવાની બાબતે હસમુખભાઈ નથુ ભાઈ પટેલે બોલાચાલી કરી લાકડી વડે મહેન્દ્ર ભાઈ પટેલ પર હુમલો કરી માથાના ભાગે ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નજીકના સગા દ્વારા પ્રથમ કટોસનરોડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગેની પોલીસ ફરિયાદ દેત્રોજ પોલીસ મથકમાં મહેન્દ્રભાઈ પટેલ દ્વારા હસમુખભાઈ પટેલ સામે લખાવી છે. આ અંગેની વધુ કાર્યવાહી એએસઆઇ અરવિંદભાઈ થાવરાજી કરી રહ્યા છે.