બાવળા પોલીસમાં નાર્કોટીક્સના ગુનામાં ફરાર ઈસમ પકડાયો

અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં નાસતા – ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસ અધીક્ષકે પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. તેના ભાગરૂપે એલ.સી.બી. પી.આઇ. એચ.બી.ગોહિલે પોતાની ટીમને નાસતાં ફરતાં આરોપીઓ પકડવા ખાસ સુચના કરી હતી. જેથી બાતમીદારોને કામે લગાડતાં એ.એસ.આઇ. વિજયસિંહ અને દિલીપસિંહને બાતમી મળી હતી કે બાવળા પોલીસનાં નાર્કોટીકનાં ગુનાનો પાંચ મહીનાથી નાસતો ફરતો ઈસમ વિઠ્ઠલભાઇ ચમનભાઇ કોળી પટેલ બાવળામાં આવેલા આ.કે સર્કલ નજીક આવવાનો છે. જે બાતમીનાં આધારે એલ.સી.બી.પી.આઇ. એય.બી.ગોહિલ, પી.એસ.આઇ. જી.એમ.પાવરા, આર.જી.ચૌહાણ, એ.એસ.આઇ. વિજયસિંહ મસાણી, દિલીપસિંહ પરમાર, કોન્સ્ટેબલ હરદિપસિંહ વાળા, મહેન્દ્રસિંહ સોલંકી, રઘુવિરસિંહ ગોહીલ, જયદીપસિંહ પઢિયાર વગેરે બાતમી મુજબની જગ્યાએ વોચમાં ગોઠવાઈ ગયા હતાં. અને ઈસમ નીકળતાં તેને ભારે જહેમતથી પકડી પાડીને બાવળા પોલીસમાં સોંપી દીધો હતો. જિલ્લા એલસીબીની ટીમ દ્વારા લાંબા સમયથી ફરાર આરોપીઓને પાકદિ પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવાઇ રહી છે.