અંજારમાં રૂ. ૪૩૫૦ ના દારૂ સાથે બે શખ્સની અટક.

ગાંધીધામ તા. ૨૬ : અંજારના વિજયનગર વિસ્તારમાથી એક શખ્સની રૂ. ૨૨૫૦ ના દારૂ સાથે તો મહાદેવનગર પાછળ રૂ. ૨૧૦૦ ના શરાબ સાથે એક શખ્સની અટક કરવામાં આવી હતી. અંજારના વિજયનગર મોમાય માર્બલની સામેથી જયેશકુમાર રમણીકલાલ પટેલ નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સ પાસેથી ૭૫૦ એમએલ ની ૩ બોટલ તથા બિયરના ૧૨ ટિન એમ કુલ રૂ. ૨૨૫૦ નો દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. તેમજ આ જ શહેરના મહાદેવનગર પાછળ વોરાસર વાડી પાસેથી નરેન્દ્ર કાનજી પટેલ નામના શખ્સની અટક કરવામાં આવી હતી. આ શખ્સના કબ્જામાથી પોલીસે રૂ. ૨૧૦૦ ના બિયરના ૨૧ ટિન કબ્જે કરવામાં આવ્યા હતા. આ શખ્સો શરાબ ક્યાથી લાવ્યા હતા તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *