નખત્રાણામાં રવાપર ગામે ઝાડ કાપવાની ના પાડતા ૪ આરોપીઓ કરી મારામારી.
તા. ૨૬/૦૬/૨૦૧૮ નો બનાવ.
નખત્રાણા તાલુકાનાં રવાપર ગામે ૧. કાસમ જાકબ લુહાર ૨. ફકીર મામદ લુહાર ૩. નુરબાનું કાસમ લુહાર ૪. શરીફાબાઈ ઇસ્માઇ લુહારએ રૂકશાનાબાઈ જાકબ લુહાર (ઉ.વ. ૨૨ રહે, રવાપર )ના ફળિયામાં ઝાડ કાપતા હતા. જેથી રૂકશાનાએ તથા શાહેદોએ ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઇ ભૂંડી ગાળો આપી કાસમ અને ફકીર મામદે લાકડીથી તથા નુરબાનું અને શરીફાબાઈએ હાથેથી રૂકશાનાબાઈને તથા શાહેદો ને માર મારી મૂઢમાર ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદ કરી ગુનો કરેલ છે જેની આગળની તપાસ નખત્રાણા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે. (આરોપી ફરાર)
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.