આદિપુરના મણિનગરમાં મિત્રના ઘર પાસેથી બાઇકની તસ્કરી

આદિપુરમાં મિત્રને ઘરે રોકાયેલા દવાના વેપારીનું બાઇક તસ્કરી થયું આદિપુર પોલીસ ચોપડે નોંધાઈ છે. જિજ્ઞેશભાઈ સેશભાઈ મંગે તેમના પાર્ટનર ઈશ્વરભાઈ ચારણીય સાથે આદિપુરના મણિનગરમાં રહેતા મિત્ર લાલજીભાઈ સોલંકીના ઘરે રોકાવવા માટે આવ્યા હતા. ગત રાત્રિના અરસામાં તેમણે મિત્રના ઘર પાસે બાઇક પાર્ક કર્યું હતું. આજે સવારના અરસામાં ઉઠીને જોયું તો બાઇક ન દેખાતા આસપાસ શોધખોળ કરી પરંતુ ન મળતા તેમણે પોતાનું રૂ.35,000 ની કિંમતનું બાઇક તસ્કરી થઈ હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે લખાવી હતી. પીએસઆઈ એચ. એસ. તિવારીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.