ટંકારા તાલુકાના સરાયા ગામે મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની તસ્કરી

ટંકારા તાલુકાના સરાયા ગામના પટેલ પરિવારના સભ્યો અમદાવાદ ગયા હોય દરમિયાન તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરી નાસી ગયાની પોલીસ ફરિયાદ લખાવાઈ છે. ટંકારાના સરાયા ગામના રહેવાસી મીઠાલાલ પોપટલાલ ઢેઢી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સરાયા ગામના તેના મકાનમાં ગત રાત્રીના અરસાથી બીજા દિવસે સવારના અરસા દરમિયાન તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરીને રૂમના મેઈન દરવાજાનું તાળું તોડી રૂમમાં રાખેલ કબાટમાંથી સોનાની રુદ્રાક્ષ માળા કિંમત રૂ.૨૦,૦૦૦, નાકમાં પહેરવાના દાણા ૨ નંગ, સોનાનો ચેન પેન્ડલ અને ચાંદીના સાંકળા સહીત કુલ રૂ. ૭૨ હજારની તસ્કરી કરી ગયા છે. ફરિયાદીના દીકરા અને અન્ય સભ્યો અમદાવાદ ગયેલ હોય. જે પરત આવી બાદમાં તપાસ કરતા દાગીનાની તસ્કરી થઈ હોય તેની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે તસ્કરીની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.