ચકાર કોટડામાં છૂટાછેડાના કેસનો નિકાલ નહીં આવતા પુત્રવધુના સામાન બાબતે થઈ મારમારી.
તા . ૨૫/ ૦૬/૨૦૧૮ નો બનાવ.
ભુજ તાલુકામાં ચકાર કોટડામાં શીતલ ભુપેન્દ્ર ધોળુંએ રતનશી જીવરાજભાઇ ધોળુનાં પુત્રવધુ હોઈ જેઓના છૂટાછેડાનો કેસ ચાલુ છે. અને જેનો નિકાલ નહીં આવતા શીતલ ભુપેન્દ્ર ધોળુ, શાંતીભાઈ પ્રેમજીભાઇ લીંબાણી,ધર્મેશ શાંતિભાઈ લિંબાણી, હરેશ પ્રેમજીભાઈ દગડા, રશિલાબેન, માંધીબેન ,શારદાબેન બીજા પચીસ થી ત્રીસ ઇસમો એ એકસંપ કરી રતનશી જીવરાજભાઇના ઘરે શીતલબેનનો સામાન લેવા આવ્યા હતા. જે સામાન લેવાની રતનશીભાઈ એ ના પાડી હતી. જેથી આરોપીઓ ઉશ્કેરાઈ જઇ શાંતિભાઈ, ધર્મેશભાઈ તથા હરેશભાઈએ લાકડી તથા પાઇપ વડે રતનશીભાઈને મારમારી ગુનો કરેલ છે. આરોપીઓ ફરાર છે. જેની તપાસ પધ્ધર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.