ખાટકીવાડ ભોગાવો નદી કાંઠે વરલી મટકાનો જુગાર રમાડતો ઈસમ પકડાયો

સુરેન્દ્રનગર સીટી પોલીસ ટીમને જુગાર અંગે બાતમી મળી હતી.આથી ભોગાવો નદી પાસે ખાટકી વાડમાં દરોડો પાડ્યો હતો. જ્યાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમતા ઈસમ પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડા, મોબાઇલ સહિત રૂ.23,590નો મુદામાલ કબ્જે કરાયો હતો. પૂછપરછમાં 2 અન્યના નામ ખૂલતા તેમની સામે ફરિયાદ દાખલ થઈ હતી. સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાટકીવાડ ભોગાવો નદીના કાંઠે દરોડો કરતા 3 ઈસમને ઝડપી નામ પૂછતા કરીમભાઇ રહેમાનભાઇ પારેડી હોવાનું અને વરલી મટકાના આંકડા તે વર્ધમાન નગર ટીબી રોડ પર અને હાલ અમદાવાદ રહેતા રવીભાઇ ઉર્ફે રવી વાણીયા રજનીકાંતભાઇ શાહ અને રજનીકાંતભાઇ શાહને લખાવતો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી રોકડા 13,590, સહિત કુલ રૂ. 23,590નો મુદામાલ કબ્જે કરી ખાટકીવાડ અને અમદાવાદના 2 રહીશ સામે સીટી પોલીસ સ્ટેશન ફરીયાદ લખવાઇ હતી.પોલીસે તેની વધુ તજવીજ હાથ ધરી છે.