હળવદના ચરાડવા ગામે આશ્રમની દાનપેટી ચોરી કરનાર શખ્સ પકડાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામના મહાકાલી આશ્રમ ખાતે દાનપેટીની તસ્કરી થઇ હોય. જે તસ્કરીના ગુન્હામાં એલસીબી ટીમે એક શખ્સને પકડી પાડીને કાયદેસર તજવીજ હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા નજીકથી એક શંકાસ્પદ શખ્સ પકડાયો હતો. જેની સઘન પૂછપરછ કરતા આરોપીએ અગાઉ આઠ થી દસ વખત અલગ અલગ સમયે ચરાડવા મહાકાલી આશ્રમ ખાતેથી તસ્કરી કરી હતી અને વધુ પૈસાની જરૂરત હોય જેથી રાત્રીના અરસામાં આશ્રમમાં ઘૂસીને મંદિરમાં ફીટ કરેલ દાનપેટી તોડી રોકડ રકમ ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી એલસીબી ટીમે શખ્સ ભરત પ્રભુભાઈ આકવીયા રહે.રામપરા, નવાપરા વિસ્તાર વઢવાણ વાળાને પકડી પાડીને ચરાડવા આશ્રમમાં થયેલા તસ્કરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે શખ્સ અગાઉ અલગ અલગ સમયે દર્શન કરવા આવી દાનમાં આવેલ રકમ પૈકી અમુક રકમ તસ્કરી કરી હતી અને એક રાત્રીના અરસામાં આશ્રમમાં દાનપેટી તોડી રકમની તસ્કરી ગયાની કબુલાત આપી હતી. જેને પકડી પાડીને શખ્સ વિરુદ્ધ કાયદેસર તજવીજ હાથ ધરી છે.