કુંબલીયાપરા અને માર્કેટીંગ યાર્ડ નજીક તીનપત્તીનો જુગાર રમતાં 11 ઇસમો પકડાયા

રાજકોટ, કુબલીયાપરા અને માર્કેટીંગ યાર્ડ પાસે તીનપત્તીનો જુગાર રમતા 11 ઇસમોને રૂ.2 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જે અંગે બી ડિવીઝન અને ક્રાઈમ બ્રાંચની ટીમે કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત મુજબ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.બી.કોડીયાતર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે સાથેના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે માર્કેટીંગ યાર્ડ પાસે મહીંદ્રાના શોરૂમની બાજુમાં જાહેરમાં જુગાર રમતાં શિવરાજભાઈ હરેશભાઈ દેગામા અબ્દુલભાઈ ઉર્ફે અબુભાઈ અલીભાઈ ધસાન સંજયભાઈ ઉર્ફે વિરમ સીધાભાઈ સાનીયા રમેશભાઈ મંગાભાઈ મેવાડા જયંતીભાઈ દયાશંકરભાઈ જોશી વનરાજ રણછોડભાઈ મોરી અને અમરશીભાઈ કાળુભાઈ પાલીયા રોકડા રૂપિયાનું 11,400 સાથે મળી આવતા તે બાબતની અટક કરવામાં આવી હતી. બીજા દરોડાની વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પી.આઈ.વિ.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.બલભદ્રસિંહ જાડેજા અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતા. ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે કુબલીયાપરા મેઈન રોડ, બાપાસિતારામ નગર નજીક મેલડીમાતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા સુખદેવ કાળુ ચાવડી, વિજય નાથા રાઠોડ, દિનેશ શંકર વાઘેલા અને વિકી વિજય રાઠોડને રૂ.1,670ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા  હતાં.પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.