તરસાલીમાં બંધ ઘરમાંથી 1.95 લાખની મતાની તસ્કરી

20180711_130616258195845-8

તરસાલીના સોમનાથનગરના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડા રૂ.60 હજાર, સોનાના દાગીના મળીને રૂ.1.95 લાખની મત્તાની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. સોમનાથનગરમાં રહેતા મિનાક્ષીબેન પટેલ શહેરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે અને પતિ ભરૂચના ઉમરવા ખાતે સ્કુલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. મહિલા 20 જાન્યુઆરીના રોજ રાત્રિના અરસામાં નાઈટશીપમાં નોકરી હોવાથી મકાન બંધ કરીને ફરજ પર પહોચ્યાં હતાં. જ્યારે દિકરાને પિતાને ઘરે મુક્યો હતો. 21 જાન્યુઆરીએ સવારના અરસામાં ઘરે પરત ફર્યાં હતાં. ઘરે આવીને જોતા ઘરના મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તુટેલો હતો. બેડરૂમના માળિયામાં સ્ટીલના ડબ્બામાં મુકેલા રોકડા રૂ.60 હજાર અને દાગીના મળી 1.95 લાખની મત્તા તસ્કરી કરી જતાં મકરપુરા પોલીસે તજવીજ હાથ ધરી છે.