અંજારમાં વૃદ્ધે ગળેફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યુ.
ગાંધીધામ, તા. ૨૭ : અંજારની જમનોત્રી સોસાયટીમાં રહેતા જીવણ માનાભાઇ આહીર (ઉ.વ. ૪૬ )નામના વૃદ્ધ ગળેફાસો ખાઈ આત્મવિલોપન કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. અંજારની જમનોત્રી સોસાયટીમાં રહેનારા જીવણભાઇ નામના વૃદ્ધે ગઇકાલે પોતાના ઘરે આયખું ટૂંકાવી લીધું હતું. આ હતભાગી ઉપરના માળે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેમણે ગળેફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘરમાં સભ્યોએ તપાસ કરતાં આ વૃદ્ધ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. તેમણે કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.