ભુજના યુવક સાથે યુક્તિથી ૧૦ હજારની ઓનલાઈન છેતરપિંડી કરાઇ.
ભુજ તા. ૨૭ : શહેરમાં ગાયત્રી મંદિર રોડ ઉપર રહેતા યુવક સાથે અજાણ્યા ઇસમો દ્વારા રૂ. દશેક હજારની ઓનલાઇન છેતરપિંડી કરાઇ હોવાનો બનાવ સામે આવ્યો હતો. ભોગ બનનાર યુવકે આ બાબતે એ ડિવિઝન પોલીસને ફરિયાદ અરજી આપી હતી. જેમાં ઠગાઈ કરનારના મોબાઈલ નંબર સહિતની માહિતી આપવામાં આવી હતી. ભોગ બનનારે ઓનલાઇન રેસ્યુમે ડાઉનલોડ કરી હતી. આ પછી રજીસ્ટ્રેશન કરવામાં માટે રૂ. ૫૦ ભરવાનું તેમને કહેવાયું હતું. બતાવાયેલી વેબસાઇડ ઉપર ડેબિટ કાર્ડ મારફતે ૫૦ રૂપિયા તબદીલ કરાયા બાદ તેમના ખાતા માથી રૂ. દશેક હજાર ત્રણ તબક્કામાં સેરવાઈ ગયા હતા. ભોગ બનનાર દ્વારા અન્ય લોકોને આ પ્રકારની ઠગાઈથી સાવધ રહેવા અપીલ કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.