ગાંધીનગરની ઘરફોડમાં ફરાર આરોપી મહેસાણાથી પકડાયો

ગાંધીનગર જિલ્લાના માણસા અને પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડ અને બાઈક તસ્કરીના ગુનામાં નાસતા ફરતા ઈડરના ઈસમને પેરોલ ફર્લો સ્કવોડે મહેસાણાની સાંઈબાબા ચોકડી પરથી પકડી પાડી વધુ તપાસ અર્થે માણસા પોલીસને સોંપ્યો હતો. મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એસ.ડી. રાતડા તેમજ સ્ટાફના માણસો મળેલી બાતમીના આધારે મહેસાણાની સાંઈબાબા ચોકડી પાસે વોચ ગોઠવી ઈડરમાં મહિલા કોલેજની પાછળ નાયકનગરમાં રહેતા સુરેશ માનસાજી ઉર્ફે ગોવિંદભાઈ મારવાડીને પકડી પાડ્યો હતો. સુરેશ મારવાડી ગાંધીનગરના પેથાપુર અને માણસા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ અને બાઈક તસ્કરીના ગુના નોંધાયા ત્યારથી નાસતો ફરતો હતો હોવાનું ખૂલતાં પેરોલ ફર્લો સ્કવોડે માણસા પોલીસને સોંપ્યો હતો.