માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગૌ-વંશનું કતલખાનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલિયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓની બદીને નેસ્તનાબુદ કરવા સારું સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી. બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ. ગોહિલ તથા પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી આઈ. એચ. હિંગોરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારી પ્રયત્નશીલ હતા.દરમ્યાન આજરોજ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, માનકુવા સદુરાઇ વિસ્તારમાં રહેતો અલીમામદ આરબ મોખા પોતાના મકાનની બાજુમાં પતરા વાળી ઓરડી બનાવી બહારથી રખડતી ભટકતી ગાયો તથા ગૌવંશ પકડીને તેના સાગરીતોની મદદથી ગેરકાયદેસર રીતે ગૌવંશનું કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે. જે મળેલ હકીકત આધારે તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ રેડ કરતાં આશરે 280 કી.ગ્રા પશુ માસ કી. રૂ.14,000 તથા ગૌવંશ તથા માંસ કાપવાના સાધનો જેની કી. રૂ. 500 તથા નાના-મોટા વજનીયા તેમજ વજંનકાંટો જેની કી.રૂ.300 તથા આ ગૌમાંસ વેચાણ માટે ઉપયોગમાં લીધેલ મોટર સાઇકલ તથા મોપેડ નંગ 3 જેની કી.રૂ. 1,15,000 તથા ફોર વ્હીલ ગાડી જેની કી.રૂ.20,000 તથા મોબાઈલ ફોન નંગ 4 જેની કી.રૂ. 11,000 તથા લાઇટ બીલ તેમજ ચુંટણી કાર્ડ એમ કુલ કી.રૂ.1,60,800 એનઓ મુદામાલ મળી આવતા મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. હાજર મળી આવેલ ઇસમો સિકંદર આરબ મોખા, ઉ.વ. 25 રહે. સરીફીયા મસ્જિદની બાજુમાં, કુંભાર ફળિયું, ભુતેશ્વર વિસ્તાર, ભીડનાકા બહાર, ભુજ, રહેમતઅલી મહેનુદીન અંસારી ઉ.વ. 35, રહે. અંજલીનગર, સુરલભીટ રોડ, ભુજ મુળ રહે. પોખરેરા, પોસ્ટ ગીધા, તા. (થાના) સરૈયા, મોહમદવાજીદ મોહમદસલીમ અંસારી ઉ.વ. 28 રહે. અંજલીનગર, સુરલભીટ રોડ, ભુજ, મોહમદફિરોજ મોહમદનિઝામ અંસારી ઉ.વ. 40 રહે. મેઘુભા જાડેજાએનએ ભાડાના મકાનમાં, મહાવીરનગર ,જયનગર, ભુજ. હાજર નહીં મળી આવેલ ઇસમો અલીમામદ આરબ મોખા, રહે. સદુરાઇ વિસ્તાર, માનકુવા, તા. ભુજ, સુલતાન અલીમામદ મોખા,રહે. સદુરાઇ વિસ્તાર, માનકુવા, તા. ભુજ, જાવેદ અલીમામદ મોખા, રહે. સદુરાઇ વિસ્તાર, માનકુવા, તા. ભુજ, હસીના અલીમામદ મોખા, રહે. સદુરાઇ વિસ્તાર, માનકુવા, તા. ભુજ. તથા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સિકંદર આરબ મોખા, ઉ.વ. 25 રહે. સરીફીયા મસ્જિદની બાજુમાં, કુંભાર ફળિયું, ભુતેશ્વર વિસ્તાર, ભીડનાકા બહાર, ભુજ વાળો અગાઉ ગૌ હત્યા તેમજ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ છે. અને   અલીમામદ આરબ મોખા, રહે. સદુરાઇ વિસ્તાર, માનકુવા, તા. ભુજવાળો અગાઉ ગૌ હત્યા તેમજ જુગારધારાના ગુનામાં પકડાયેલ છે.