કલોલના લક્ષ્મીપુરા પાટિયા પાસેથી બંદૂક સાથે ઈસમ પકડાયો

કલોલના લક્ષ્મીપુરા પાટીયા પાસે આવેલી ઝાડીઓમાથી એક બંદૂક સાથે ઈસમને પકડી પાડ્યો હતો. એલસીબી 2ની ટીમે બાતમીના આધારે ઈસમની અટક કરી તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ 2ના પીઆઇ જે.એચ.સિંધવના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન પીએસઆઇ પી.ડી.વાઘેલા સહિતના માણસો કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, કલોલથી પલસાણા જતા રોડ ઉપર આવેલા લક્ષ્મીપુરા પાટીયા પાસેની ઝાડીઓમા એક વ્યક્તિ શંકાસ્પદ જોવા મળી રહ્યો છે. જેને લઇને પોલીસે પહોંચી તેને પકડી પાડ્યો હતો. પૂછતાછ દરમિયાન તેનુ નામ બદરૂ અલ્લારખા ખારી (સિંધી, ડફેર) (રહે, રામાપીરની જગ્યા પાડાણા ગામ, ધંધુકા) પાસેથી સિંગલ બેરલ બંદૂક કિંમત 3 હજાર મળી આવી હતી. પોલીસે ઈસમની અટક કરી તજવીજ હાથ ધરી હતી.