દારૂના ગુનામાં ફરાર આરોપીને અમદાવાદથી પોલીસે ઝડપી પાડ્યો

અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ત્રણ ગુનાનો વોન્ટેડને અમદાવાદના વસ્ત્રાપુરમાંથી બાતમીના આધારે પકડી પાડીને જેલ હવાલે કર્યો હતો.અરવલ્લી જિલ્લા રેન્જ લેવલની નાસતા ફરતા ટીમ અને પેરોલ ફર્લો સ્કવોડ જિલ્લામાં ગુના આચરીને નાસતા ફરતાં જિલ્લાના આરોપીઓને પકડી પાડવા માટે અમદાવાદ શહેરી વિસ્તારમાં વોચમાં હતી. તે દરમિયાન પોલીસ સ્ટાફના મુકેશભાઈ ને બાતમી મળી હતી કે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ત્રણ ગુના આચરીને નાસતો ફરતો ઈસમ અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આલ્ફા મોલમાં હોવાની માહિતીના આધારે પી.એસ.આઇ કેએસ સિસોદિયા અને સ્ટાફે અચાનક રેડ કરીને આરોપી ઈશ્વરભાઈ બાબુભાઈ ઉર્ફે બાલુ ભાઈ ગામેતી રહે. શામળપુર તા. ભિલોડાને પકડી પાડ્યો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.