વાંકાનેરના માટેલ રોડ પર બાઈકમાં અંગ્રેજી દારૂની હેરાફેરી કરનાર શખ્સ પકડાયો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ અમરધામ પાસેથી બાઈકમાં જતા શખ્સને પકડી પાડીને પોલીસે દારૂ અને બાઈક સહીત ૨૮ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માટેલ રોડ અમરધામ પાસેથી બાઈક જીજે ૧૩ એએફ ૪૧૬૯ વાળું પસાર થતા બાઈક રોકીને તલાશી લેવામાં આવી હતી. જેમાં બાઈક સવાર ઈસમ મેહુલ રેવાભાઈ રાઠોડ પાસેથી અંગ્રેજી દારૂની ૦૮ બોટલ કિંમત રૂ.૩,૦૦૦ મળી આવતા પોલીસે બાઈક અને દારૂ સહીત ૨૮,૦૦૦ ની કિમતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ઈસમ મેહુલ રેવાભાઈ રાઠોડ રહે વેલાળા તા. મુળી વાળાને પકડી પાડીને વધુ તજવીજ ચલાવી છે.