ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ રૂ.31,04,800ના મુદામાલ સહિત ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહી (બાયો ડીઝલ)નો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી. શ્રી. જે આર. મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બાયો ડીઝલનો ગેરકાયદેસર રીતે સંગ્રહ/વેચાણ કરતાં ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ સાહેબશ્રી તેમજ એલ.સી.બી.ની ટીમ જીલ્લામાં ગેરકાયદેસર રીતે બેઝઓઇલના વેચાણ કરતાં ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન એલ.સી.બીની ટીમ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે નેશનલ હાઇવે રોડ પાસે આવેલ સર્વે નંબર 263 મીઠીરોહર કચ્છ આર્કેડ પુલ પાસે જીનામ પાર્કિંગ પ્લોટ કમ્પાઉન્ડમાં બેઇઝ ઓઇલનો જથ્થો સંગ્રહ કરી અન્ય ટેન્કરમાં પેટ્રોલીયમ પ્રવાહી (બાયો ડીઝલ) ભરેલ અને જે બેઝઓઇલ અન્ય આઈવા ડમ્પરમાં રાખેલ કેરબાઓમાં બાયો ડીઝલ ભરવાની પેરવી કરી રહેલ છે. જે આધારે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતાં ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહી (બાયો ડીઝલ) નો જથ્થો મળી આવેલ હોય. પકડાયેલા આરોપીઓ મિતેષ ભરતભાઇ ગોસ્વામી ઉ.વ. 25 રહે, અંતરજાળ તા ગાંધીધામ, નગાભાઈ બીજલભાઇ આહીર ઉ.વ. 48 રહે. સંતોષી સર્કલ પાસે આદિપુર વાળાઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ પેટ્રોલીયમ પ્રવાહી (બાયો ડીઝલ) 20,000 લિટર કી. રૂ.11,00,000, ડમ્પર રજી નંબર 1) જીજે 12 ઝેડ 4417 કી. રૂ. 10,00,000, 2) જીજે 12 એ ડબ્લ્યુ 5084 કી. રૂ. 10,00,000 અને બેરલ નંગ 38 તથા અન્ય માલ સામાન કી. રૂ.4,800 એમ કુલ કી. રૂ.31,04,800 મળી આવેલ. હાજર ન મળી આવેલ આરોપીઓ ભરત બાબુભાઇ આહીર રહે આદિપુર, ડમ્પર રજી જીજે 12 એ ડબ્લ્યુ 5084 ના માલિક. આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી અંજાર નાઓ સાથે રાખી ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી અર્થે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર કે.એન. સોલંકી તથા એલ.સી.બી સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.