આંગણવાડીની બારી તોડી પ્રોટિન આહારનાં 20 બેગની તસ્કરી

જૂનાગઢનાં એક આંગણવાડી કેન્દ્રમાં થોડા દિવસ પહેલા પણ પ્રોટિન આહારની બેગોની તસ્કરી થઇ હોવાનું બનાવ બન્યો હતો. ત્યારે જ વધુ એક આંગણવાડીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને આહારનાં 250 પેકેટની તસ્કરી કરી જતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. બનાવની વધુ તપાસ ચાલી રહી છે. જૂનાગઢ નજીકનાં ખામધ્રોળ ગામે ધાર વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર કાર્યરત છે. જેમાં વિવિધ પ્રોટિન આહારની બેગો રાખવામાં આવી હતી. ત્યારે ગત 22 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરનાં ગાળામાં તસ્કરો ત્રાટક્યા હતા અને કોઈ સાધન વડે આંગણવાડીની બારી ખોલી નાંખી હતી. અને અંદર પડેલ માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, બાલ શક્તિ પ્રોટિન આહાર કુલ 20 બેગ રૂ.11,900નાં જથ્થાની તસ્કરી કરી જતા ઈલાબેન નયનભાઈ જોષોએ જૂનાગઢ તાલુકા મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ફરિયાદનાં આધારે વધુ આગળની તજવીજ હાથ ધરી છે.