વાલિયામાં બે સ્થળે જુગાર ઉપર દરોડા પાડી 10 થી વધુ શખ્સોઓને પકડી પાડ્યા

વાલિયા પોલીસ બે સ્થળે જુગાર ઉપર દરોડા પાડી 10 થી વધુ જુગારી જેલભેગા કર્યા હતા. 53 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દેસાડ ગામ જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા હતા તો. સિલુડી ગામના તળાવ પાસે પત્તા-પાનાનો જુગાર રમતા 5 શખ્સોપકડી પાડ્યા  હતા. વાલિયા પોલીસને દેસાડ ગામમાં જુગાર રમાય રહ્યો હોવાની માહિતીના આધારે દરોડો પાડતા જુગાર રમતા વાલિયાનો સતનામ વસાવા, દેસાડનો પ્રકાશ વસાવા, વિષ્ણુ વસાવા, સિનાડા ગામના મુકેશ વસાવા અને સોડગામના પ્રકાશ હરસંગ વસાવાને પકડી લીધા હતા. તેઓ પાસેથી રોકડા રૂપિયા 19 હજાર અને મોબાઈલ મળી કુલ 36.700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજા દરોડામાં સિલુડી ગામના તળાવ પાસે વાલિયા પોલીસે દરોડો પાડતા જુગાર રમતા અંકલેશ્વરના કાશીયા ગામના નિકુંજ વસાવા, સિલુડી નો લક્ષ્મણ વસાવા, ઈબ્રાહીમ દાઉદ દુધાત, દિનોદ ગામનો ઈરફાન ઈલ્યાસ ભૈયાત અને મહંમદ સુલેમાન વરાસીયાને પકડી લીધા હતા તેઓ પાસેથી રોકડા રૂપિયા 13 હજાર અને બે મોબાઈલ મળી કુલ 16.900 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.