અંજારમાં યુવાને ગળેફાસો ખાઈ આત્મવિલોપન કર્યું.
ગાંધીધામ ,તા. ૨૮ : અંજારના વિજયનગર વિસ્તારમાં રહેનારા મહેશ અશોક મહેશ્વરી (ઉ.વ. ૨૦)નામના યુવાને ગળેફાસો ખાઈ આત્મવિલોપન કર્યો હતો. પોલીસના સત્તાવાર સાધનોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે અંજારની જૂની કોર્ટ પાછળ વિજયનગર વિસ્તારમાં રહેતા આ યુવાને આજે સવારે ૯:૩૦ ના સમયમાં અંતિમ પગલું ભરી લીધું હતું. તેણે પોતાના ઘરે આડીમાં દૂપટ્ટા બાંધી ગળેફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવાને કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તે હજુ સામે આવ્યું નથી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.