આદિપુરમાં બીલ વિનાની રૂા.1.69 લાખની મોબાઇલ સામગ્રી સાથે 2 શખ્સો ઝડપાયા

આદિપુર નજીક મુન્દ્રા સર્કલ પાસેથી ઇકો કારમાં આધાર પુરાવા કે બીલ વગ૨ના મોબાઈલ એસેસરીઝનો રૂ.1.69 લાખનો જથ્થો લઇ જતા બે શખ્સોને પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે ઝડપી પાડ્યા હતા. એસઓજી પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમને મળેલી બાતમીના આધારે આદિપુર મુન્દ્રા સર્કલ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની ઇકો કાર આવતાં તેને રોકી તલાસી લેતાં કારમાં મોબાઇલને લગતી એસેસરિઝના બોક્સ નિકળતા઼ આ બાબતે મુળ રાજસ્થાનના હાલે બન્ને ડીબીઝેડ-81/એ ગા઼ધીધામ રહેતા લાધામ ઉર્ફે લલિત વોહતારામ દેવાસી અને સાગરકુમાર જ્યંતિલાલ પુરોહિતને આ અસેસરિઝના બીલ કે આધાર પુરાવા અનાપવાનું કહેતા઼ તેમની પાસે આધાર પુરાવા કે બીલ ન હોતાં બન્ને પાસેથી રૂ.1,69,208 ની કિંમતની મોબાઇલની અલગ અલગ એસેસરિઝ કબ્જે કરી ઇકો કાર તથા રોકડ સહિત 5,84,118 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.