શિવગઢમાં કારમાંથી શરાબ સાથે બે ઈસમ પકડાયા, એક પલાયન

copy image

રાપર,તાલુકાના શિવગઢ ગામમાં કારમાંથી પોલીસે અંગ્રેજી પ્રકારના દારૂ સાથે બે ઈસમને પકડી લીધા હતાં. જયારે એક આરોપી નાસી છૂટયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર પુર્વ બાતમીના આધારે પોલીસે પાબુદાદા મંદીર પાસે મોડી રાત્રીના અરસામાં કાર્યવાહી કરી હતી. બાતમી અનુસાર સ્વીફટ કાર પસાર થતા તેને રોકી તપાસ કરાઈ હતી. કારમાંથી રૂ.10,700ની કીમતની દારૂની 24 નંગ બોટલ અને રૂ.4,800 ની કિંમતના બીયરના 48 નંગ ટીન સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી રાજદિપ મહીપતસિંહ વાઘેલા અને હરકિશનસિંહ જુવાનસિંહ વાઘેલા પકડાઈ ગયા હતાં. જયારે રાજુભા અંધારાનો લાભ લઈને નાસી છૂટયો હતો. પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.