રાસાપીર સર્કલ મુન્દ્રા મધ્યે થયેલ ટ્રેઇલર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી મુન્દ્રા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જેઇ.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસીંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજવાળાઓની સુચના મુજબ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ તે મુજબ કામગીરી કરવા સુચના કરેલ જેઇ અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન. પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ માર્ગદર્શન અને સુચના આપેલ કે મુન્દ્રા પોલીસ સ્ટેશન ગુ.ર.નં 067/2022 ઇ.પી.કો કલમ 379 મુજબનો અનડીટેક્ટ ગુનો શોધી કાઢવા સુચના આપેલ. જે અન્વયે પો.ઇન્સ. શ્રી એમ.આર.બારોટ મુન્દ્રા પોલીસ સ્ટેશનનાઓની સુચનાથી મુન્દ્રા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સર્વલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ મહિપતસિંહ વજુભા વાઘેલા નાઓને હ્મુમન રિસોર્સિર્સ દ્રારા સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત આધારે પ્રાગપર ચોકડી ઉપર આવેલ સતલુજ હોટલ ઉપરથી શકદાર ઇસમને રાઉન્ડઅપ કરી યુક્તિ- પ્રયુક્તિ થી પુછપરછ કરતાં ઉપરોક્ત ગુના કામે ટ્રોલી ચોરી કરેલાની કબુલાત આપેલ હોય જેથી મુદામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ કુલવંતસીંઘ ઉર્ફે જ્યોતી બલવીરસીંઘ શીખ ઉ.વ. 27 ધંધો, ડ્રાઈવીંગ રહે. હાલે, ધ્રબ હોસ્પિયલની સામે ધ્રબ તા. મુન્દ્રા. રીકવર કરેલ મુદામાલ ટ્રોલી નં GJ 12 Z 0424 કિંમત રૂ.3,00,000, વીવો કંપનીનો મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂ. 5,000 એમ મુદામાલ રીકવર કરેલ. આ કામગીરીમાં પોલીસ સ્ટાફના પો.હેડ.કોન્સ. મહિપતસિંહ વીઆઇ વાઘેલા તથા પો.હેડ.કોન્સ. રાજદીપસિંહ લગ્ધિરસિંહ ગોહિલ તથા પો.હેડ.કોન્સ સંજયકુમાર પુનામાજી પ્રજાપતિ તથા પો.કોન્સ. મથુરજી બચુજી કુડેચા નાઓ જોડાયા હતા.