જામનગરમાં 19 બોટલ દારૂ સાથ 1 સાગરીત ઝડપાયો

જામનગરમાં ગુલાબનગર રોડ રિલાયન્સ પેટ્રોલપંપ પાછળથી પોલીસે એક સાગરીતને આંતરી તેના કબજામાંથી રૂપિયા સાડા નવ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થા સાથે એક સાગરીતની અટક કરી છે. જામનગરમાં સીટી બી ડિવિઝન પોલીસે ગુલાબનગર વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલપંપ પાછળ આવેલ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં વસીમ ઉર્ફે ગણીત અબ્દુલકરીમ મકવાણા રહે. લાલવાડી નવુ આવાસ બ્લોક-આઇ/603 જામનગર મુળ-ગુલાબનગર સંજરીચોક સાઇરામ પાન સામે જામનગર વાળા સાગરીતને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ સાગરીતના કબ્જામાંથી રૂપિયા 9,500 ની કિંમતનો 19 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. આ દારૂનો જથ્થો ક્યાંથી લઇ આવ્યો છે ? કેટલો જથ્થો લઇ આવ્યો હતો ? ક્યાંથી દારૂ ખરીદ્યો છે ? અન્ય કોણ કોણ સંડોવાયું છે ? વગેરે બાબતોનો તાગ મેળવવા માટે પોલીસે આરોપીની રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.