ધ્રાફા ગામે લોડેડ કરેલ દેશી બંદુક સાથે ઈસમ પકડાયો

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે શેઠવડાળા પોલીસે દરોડો પાડી એક ઈસમને દેશી બંદુક સાથે ઝડપી લીધો છે. ડબલ બોરની લોડેડ બંદુક અને સંખ્યાબંધ છરા સહીત ઝડપાયેલા ઈસમની સામે પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે શેઠવડાળા પોલીસે પટ્ટમારા સીમ વીસ્તારમાં આવેલ કિરીટસિંહ વિક્રમસિંહ જાડેજાની વાડી પાસે વોચ ગોઠવી હારૂનભાઇ હુસેનભાઇ મથુપૌત્રા અને જાવીદભાઇ અલીભાઇ નોયડા વાળા બંને ઇસમોને ઝડપી લીધા હતા. જેમાં બંને આરોપીઓના કબજામાંથી પોલીસે કોઇ આધાર-પુરાવા વગર દેશી બનાવટની ડબલ બેરલ મઝલ લોડની બંદુક તથા છરા નંગ-310 તથા એલ્યુમીનીયમની શીશીમાં ભરેલ 100 ગ્રામ જેટલો કાળા કલરનો પાવડર તથા બે મોબાઇલ ફોન અને એક મોટર સાયકલ જપ્ત કર્યું હતું. પોલીસે આરોપીઓના કાજ્બમાંથી રૂપિયા 19,500 નો મુદ્દામાલ જપ્ત કરી બંને સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.