ડભોઈ આરોગ્ય વિભાગની મહિલા કર્મચારી સાથે ઓનલાઈન છેતરપિંડી

ડભોઈના આરોગ્ય વિભાગમાં નોકરી કરતી યુવતીને ફોન પે કંપનીના નામે ચાર જુદાજુદા નંબરોથી કોલ કરી કોલ કરનારે જણાવ્યું હતું કે તમને કંપની તરફથી 999 રૂપિયા કેસબેક મળે છે. તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે હુ કહું તેમ પ્રોસેસ કરો. તેમ કહી યુવતીએ બેઈલ આઇકોન પર ક્લિક કરતાં પ્રથમ 999 બાદ 1000 મળી કુલ 1999 ગુમાવ્યા બાદ એકાઉન્ટ બંધ કરાવી દેતા વધુ રૂપિયાની નુકશાનીમાંથી બચાવ થયો હતો. અજાણ્યા ઈસમએ ડભોઈના આરોગ્ય વિભાગમાં નોકરી કરતી યુવતીના મોબાઈલ પર કોલ કરી ફોન પે કંપનીમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં ઈસમએ યુવતીને 999નું કેસબેક આપવાનું હોવાથી આ રૂપિયા ટ્રાન્સફર કરવા યુવતીને પ્રોસેસ કરવા જણાવ્યું હતું. લોભ અને લાલચમા આવેલી શિક્ષિત યુવતીએ વિશ્વાસ રાખી પ્રોસેસ કરતા જ પોતાના ખાતામાં રૂપિયા આવવાને બદલે ઉપડી જતાં એક મિનિટમાં 1999 ગુમાવી દેતા અસમંજસમાં મુકાઈ ગયેલી યુવતી આખી બાબત સમજી જતા બેન્ક ઓફ બરોડામાં જઈ પોતાનું ખાતું બંધ કરાવી દેતા વધુ રૂપિયા ઉપડતા બચી ગયા હતા. બનાવની ડભોઈ પોલીસમાં અરજી આપી પોતાની સાથે બનેલ બનાવનો પસ્તાવો વ્યક્ત કર્યો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.