મોરબી તાલુકાનાં રંગપર ગામના પાટિયા પાસેથી એક બોટલ દારૂ સાથે ઈસમ પકડાયો

મોરબી તાલુકાનાં રંગપર ગામના પાટિયા પાસેથી સ્મશાન તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી શરાબની એક બોટલ મળી આવી હતી. જેથી કરીને પોલીસે 375 રૂપિયાની કિંમતની શરાબની બોટલ સાથે વિપુલ સોમાભાઇ લોદરીયા રહે. ગોપાલગઢ તાલુકો ધાંગધ્રા વાળાની અટક કરી તેની પાસે શરાબની બોટલ ક્યાથી આવી હતી. તે દિશામાં તાજવીજ શરૂ કરેલ છે.