સ્વિસ બેન્કમાં જમા ભારતીયોના બ્લેકમનીમાં અધધ..વધારો
ભ્રષ્ટાચાર અને બ્લેકમની પર સકંજો કસવાનો દાવો કરનારી મોદી સરકારને એક મોટો ઝટકો લાગ્યો છે. સ્વિસ બેન્ક દ્ધારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા એક વર્ષમાં સ્વિસ બેન્કમાં જમા ભારતીયોના રૂપિયામાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. આ આંકડા જાહેર થયા બાદ મોદી સરકાર વિપક્ષના નિશાન પર છે. વિપક્ષની સાથે પક્ષમાંથી પણ સરકાર સામે વિરોધના સૂર ઉઠ્યા છે. નોંધનીય છે કે મોદી સરકારે સ્વિસ બેન્કોમાં રહેલી ભારતીયોની બ્લેકમનીને ભારત પાછી લાવી તમામ નાગરિકોને 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યુ હતું.