માધાપરથી લાખોદ અને મુન્દ્રામાં વરસાદના ઝાપટાં પડવાથી ,કચ્છીમાડુની મેઘતૃષ્ણા બની તીવ્ર.
ભુજ, કચ્છમાં ગોરંભાયેલા વાદળો વચ્ચે વરસાદના આગમનની આતુરતાથી લોકો રાહ જુએ છે. ત્યારે, આજે મુંદ્રા અને ભુજ તાલુકાનાં માધાપરથી લાખોંદને જોડતા પટ્ટામાં ધોધમાર ઝપટા વરસતા કચ્છી માડુની મેધતૃષ્ણા તીવ્ર બની હતી. આજે સવારે દશ વાગ્યા પછી મુન્દ્રામાં ઝાપટું વરસ્યું હતું. અને સાત મિલીમીટર પાણી વરસી ગયું હતું. તો બપોરે દોઢ વાગ્યાના સમયમાં માધાપરથી લઈ શેખપીર-લાખોદના પટ્ટામાં ધોધમાર ઝાપટું વરશી ગયું હતું. જોકે ,એક તરફ ભુજમાં છાંટો’ય પડ્યો ના હતો ને બીજી બાજુ ભુજથી માધાપરને જોડતા નળવાળા રિંગરોડથી લઈ લાખોદ સુધીના માર્ગો-વિસ્તારોમાં ધોધમાર ઝડી વરસી ગઈ હતી. માધાપર નવાવાસમાં ૨૦-૨૫ મિનિટ સુધી વરસેલા ધોધમાર ઝાપટાંથી ગણતરીની મિનિટોમાં શેરીઓમાથી ઘસમસતા પાણી વહેવા માંડ્યા હતા. આમ તો કચ્છમાં અષાઢી બીજ વરસાદના આગમનનો છડીપોકાર કરતી આવે છે. પરંતુ આજે વરસેલા છૂટાછવાયા વરસાદી ઝાપટાંએ લોકોની મેઘતૃષ્ણાને તીવ્ર બનાવી દીધી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.