વડોદરામાં રેસ્ટોરાંમાં જમવા ગયેલા દંપતીની બાઇક તસ્કરી કરી બે શખ્સો ફરાર

વડોદરા શહેરના વાઘોડિયા ચાર રસ્તા નજીક રેસ્ટોરાંમાં જમવા ગયેલા દંપતીનું બાઇક અજાણ્યા બે શખ્સો ગણતરીની મિનિટોમાં તસ્કરી કરી પલાયન થઈ ગયાની ઘટના સામે આવી છે. CCTV કૂટેજ માં બે ઈસમ તસ્કરીની ઘટનાને અંજામ આપતા કેદ થતા પોલીસે તે દિશામાં વધુ તપાસ આરંભી છે. દંપતી રેસ્ટોરાંમાં જમવા ગયું. વડોદરા શહેરના બાપોદ જકાતનાકા પાસે રહેતા દેવર્ષીભાઈ પંડ્યા પરિવાર સાથે પોતાની બાઇક લઈ વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલી રેસ્ટોરાં ખાતે જમવા માટે ગયા હતા. તે સમયે પાર્ક કરેલા સ્થળે બાઈક મળી ન આવતા તપાસ આરંભી હતી. શોધખોળ બાદ પણ મળી ન આવતા તેમણે હોટલના CCTV ફૂટેજની ચકાસણી કરતા બાઈક તસ્કરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. CCTV કૂટેજમાં દેખાતા બે અજાણ્યા શખ્સો રેકી કર્યા બાદ બાઈક તસ્કરી કરી નાસી ગયા હોવાનું કેદ થયું હતું. આ બનાવ સંદર્ભે બાપોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.