વાંકાનેરના સરતાનપર રોડ પર જુગાર રમતા બે ઇસમો પકડાયા

વાંકાનેરના સરતાનપર રોડ પર સેન્સો ચોકડી નજીક નોટ નંબરનો જુગાર રમતા બે ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરતાનપર રોડ પર સેન્સો ચોકડી નજીક નોટ નંબરનો જુગાર રમતા ઉદયભાઈ રમેશભાઈ ઝરવરિયા અને વિપુલ ટીશાભાઈ સારલાને રોકડ રકમ રૂ,૪૦૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.