હળવદ તાલુકાના રણમલપુર ગામે વાડીમાં ગંજીપતાનો જુગાર રમતા 6 ઇસમોને પકડી પાડ્યા

હળવદ તાલુકાના રણમલપુર ગામે સુરેશ જગદીશભાઈ પારેજીયા પોતાની કબજા વાળી વાડીએ બહારથી બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી તેની અવેજમાં નાલ ઉધરાવી ગંજીપતાનો પાનાનો હાર જીતના ચાલતા ખેલ જુગારધામમાં ચલાવતા હોવાનું હળવદ પોલીસ બાતમીના આધારે પીઆઇ કે.જે.માથુકીયાના માર્ગદર્શન નીચે પી.એસઆઈ સહિતના સ્ટાફે દરોડો પાડતા ૬ શખ્સોઓને ૧.૧૨ લાખ રોકડાના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. હળવદ પોલીસ પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે સુરેશભાઈ પારેજીયાની વાડીએ જુગારધામ ધમધમતું હોવાની પોલીસને જાણ થતાં હળવદ પોલીસ દરોડો પાડતા સુરેશ જગદીશ ભાઈ પારેજીયા, હસમુખભાઈ હરખાભાઈ જાલોરીયા, દિલીપભાઈ કરસનભાઈ વાંમઝા, હસમુખભાઈ અંબાલાલ શાહ, જગદીશભાઈ કેશવજીભાઇ દલસાણીયા અને હરેશભાઈ દલીચંદભાઈ લોરીયાને જુગાર રમતા પકડી પાડ્યા હતા.