જુનાગઢ એપાર્ટમેન્ટનાં તાળા તોડી ડોકયુમેન્ટની તસ્કરી

જુનાગઢ ઝાંઝરડા રોડ સથવારા સમાજની સામે એપાર્ટમેન્ટના ત્રીજા માળે પ્રશ્નાબેન રાજેશભાઇ બાવરેચા (ઉ.વ.40) એ બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ લખાવી છે કે ઈસમ નરેન્દ્ર ઉર્ફે નાથા માલદે રાવલીયા એ પ્રશ્નાબેનના મકાનનું તાળુ તોડી તેનમો તેમજ તેમની દીકરીઓના ઓરીજનલ પાસપોર્ટ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, એકટીવા અને મોટરસાયકલની ચાવીઓ તેમજ મંદિરમાં રાખેલ રોકડ રકમ, માલમતાની તસ્કરી કરી લઇ ગયાની ફરીયાદ લખાવતા બી ડીવીઝન એએસઆઇ કે.જે.પટેલે તજવીજ હાથ ધરી છે.