માણાવદરના નાનડીયા-વડાળા માર્ગમાં કાર અને છકડો વચ્ચે અકસ્માત: 1નું મૃત્યુ

જુનાગઢ, માંગરોળના કૂલરામા ગામના રહીશ વલ્લભભાઈ મુળુભાઈ પરમાર (ઉ.43) ના ભાઈ કેશુભાઈ તેમની છકડો રીક્ષા નં. જીજે 10 વી 8660 લઈને જતા હતા. ત્યારે માણાવદરના નાનડીયા અને વડાળા ગામની વચ્ચે પહોંચતા ટાટાનેનો ફોર વીલ નં. જીજે 11 એ બી 1715નોચાલક જયસુખ હરીભાઈ લોહાણા રહે. બાંટવા વાળાએ છકડો રીક્ષાને હડફેટે લેતા વલ્લભભાઈના ભાઈ કેશુભાઈને ગંભીર ઈજા પહોચતા મૃત્યુ થયું હતું.પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને  આગળની કાર્યવાહી હાથ ધરી છે.